વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ


SHARE









વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ

મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં મલનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની સામે સામે માંગ નહિવત હોવાથી એક મહિનો ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવા માટેનો મોરબી સિરમાઈક એસો. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવતીકાલે એક મહિનો પૂરો થતાં એકી સાથે મોરબીના ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને છેલ્લા એક મહિનાથી ઉદ્યોગ બંધ હોવાથી બજારમાં માલની સારી માંગ નીકળશે તેવી સહુ કોઈને હાલમાં આશા અને અપેક્ષા છે

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કરીને છેલ્લા એક મહિનાથી આ કારખાના બંધ હતા અને મોરબી સિરામિક એસો.ના હોદ્દેદારો સહિતના દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સભ્યોએ ખૂબ જ સારી રીતે સહકાર આપેલ છે જો કે, કારખાના બંધ કરવામાં આવ્યા તે પહેલા માલના ઉત્પાદન કરતાં માંગ ઓછી હતી જેથી કરીને ઉદ્યોગકારોને મુશ્કેલી હતી માટે બજારમાં માંગ અને પુરવઠાનો નિયમ જળવાઈ રહે તે માટે અને બજારમાં માંગ હોય તો માલનો પૂરતો ભાવ માટે તે માટે એક મહિનો કારખાનાને બંધ કરવામાં આવ્યા હતા જો કે, એક મહિના સુધી કારખાના બંધ હોવાથી હવે અચ્છે દિન આવશે તેવી અપેક્ષા સાથે કાલથી મોરબીના ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં સિરામિકનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગ નહિવત છે કેમ કે, કારખાનાને એક મહિના પહેલા જ્યારે બંધ કરવામાં આવ્યા હતા ત્યારે મોટા ભાગના ડીલરો, વેપારીઓ  સહિતનોએ માલનો સ્ટોક પોતાના ગોડાઉનમાં કરી લીધો હતો જે માલ આજની તારીખે પણ તેના ગોડાઉનમાં ભરેલ છે અને અહીના ઉદ્યોગકારોના કારખાનામાં પણ તૈયાર માલથી ગોડાઉન છલકાઈ રહ્યા છે જેથી કરીને ઉદ્યોગકારો હાલમાં મૂંઝવણમાં મુકાયા છે એક બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો હજુ પહેલા હતા તેવી જ રીતે મોઢું ફાડીને ઊભા છે સાથોસાથ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટ માર્કેટમાં પણ નજીકના દિવસોમાં મોટી માંગ સિરામિકની નીકળે તેવું દેખાતું નથી ત્યારે કાલથી  એક સાથે ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે કે ઘટશે તે તો સમય જ બતાવશે




Latest News