વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટેલર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કલીનરનું મોત: ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરમાં ટેલર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કલીનરનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે રસ્તા ઉપર ઉભેલા ટેલર પાછળ ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જે બનાવવામાં ટ્રક ચાલક અને તેની સાથે બેઠેલ ક્લીનર બંનેને ઇજાઓ થઈ હતી અને ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં ટ્રક ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ભુજ તાલુકાના માધાપરના રહેવાસી કાનજીભાઈ વિસાભાઇ સેંધાણી જાતે પટેલ (૨૯) એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૭૯૬૭ ના ચાલક પ્રહલાદભાઈ સોનજીભાઈ પરમાર રહે. લોદરા ઠાકોરવાસ સાંતલપુર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાઈથી  ચલાવીને આગળના ભાગે ઉભેલ ટેલર નંબર જીજે ૩૬ ટી ૮૯૩૦ ની પાછળ તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી ટ્રક ચાલક પ્રહલાદભાઈને તથા તેની સાથે ક્લીનર તરીકે વાહનમાં બેઠેલ રોહિતભાઈને ગંભીર જાઓ થઈ હતી અને રોહિતભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને હાલમાં ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News