વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં મકાનમાંથી ૧૩ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE









મોરબીના લાતી પ્લોટમાં મકાનમાંથી ૧૩ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૩ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૫૧૫ ની કિંમત તો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, બુટલેગર ઘરમાં હાજર ન મળતા તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ત્રણની અંદર રહેતા શમશાદ ઉર્ફે સમીર જૂસબ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૩ બોટલો મળી આવતા પોલીસે ૬૫૧૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સમસાદ ઉર્ફે સમીર કટિયા ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જુગાર

વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતાઓની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરતા ભાવેશભાઈ હસુભાઈ સોલંકી, અનિલભાઈ કાંતિભાઈ ડાભી, ગોવિંદભાઈ જયંતીભાઈ ડાભી, પૃથ્વીસિંહ મહાવીરસિંહ જેઠવા અને પ્રદિપસિંહ દિલુભા જાડેજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૦૪૬૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરે છે




Latest News