મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત


SHARE









મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત

મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે પકડેલા આરોપી પાર્થ પ્રવિણભાઈ પોપટના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન મુક્ત કરલે છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સુનિલભાઈ ધનજીભાઈ શેરસીયાએ ઉઘરાણીના પૈસા કઢાવવા માટે અપહરણ કરીને માર માર્યો હોવાની માલદે આહીર, લાલાભાઇ બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પાર્થ પ્રવિણભાઈ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પાર્થ પોપટની જામીન અરજી વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલ ઓઝા) અને મહેનાઝબેન પરમાર મૂકવામાં આવી હતી અને વકીલોની ધારદાર દલીલો રજૂઆતને ધ્યાને લઈને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીએ આરોપી પાર્થ પ્રવીણભાઈ પોપટના રેગ્યુલર ૧૦,૦૦૦ ના જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે




Latest News