મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાત શખ્સોની સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાત શખ્સોની સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા નજીક કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાના આધારે અજાણ્યા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી તે યુવાને બેભાન થઈ ગયો હતો ત્યારબાદ ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને ૧૦૮ ની ટીમ સ્થળ ઉપર આવીને યુવાન મૃત્યુ પામ્યો હોવાની જાહેરાત કરી હતી જેથી હત્યના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનની ઓળખ થયેલ નથી જેથી તાલુકાનાં પીએસઆઈ દ્વારા સાત શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સાથોસાથ મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક આવેલા મફત મિનરલ નામના કારખાનામાં શનિવારે વહેલી સવારે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે ઓફિસ સુધી આવી ગયો હતો જેથી કારખાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાઓ દ્વારા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તે યુવાન બેભાન થઈ ગયો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ અને ૧૦૮ ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ૧૦૮ ની ટીમ ઘટના પહોંચી હતી અને બેભાન હાલતમાં પડેલ યુવાન મૃત્યુ પામ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને માર મારવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવમાં મોરબી તાલુકાનાં પીએસઆઈ ડી.વી.ડાંગરે ફરિયાદ નોંધાવી છે અને આરોપી તરીકે રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક અને મોહન ઉર્ફે છોટુ લક્ષમણ કુશવાહા રહે. બધા બેલા ગામની સીમ મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળા તેમજ રવિ રમેશભાઇ કાવર રહે. હરીઓમ પાર્ક, ઘુટુ રોડ, મોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા રહે. હાલ મકનસર મૂળ માલગામ અને ગણપતભાઇ રતિલાલ કાવર રહે. બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News