વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી


SHARE









મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી

મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા  સંકલ્પ નવરાત્રીનું છેલ્લા ૧૪ વર્ષથી આયોજન કરવામાં આવે છે  ત્યારે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજના લોકો એક સાથે રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે ત્યાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. અહી વિશાળ સ્ટેજ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, તેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળા, પરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે.




Latest News