મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો


SHARE









હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પંચાયતનું મીટર બદલાવવા માટે ગયેલા વીજ કંપનીના કર્મચારીને ગામના બે શખ્સો દ્વારા અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને ગાળો આપવામાં આવી હતી અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારા મારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં ચરાડવા એસબીઆઇ બેન્ક વાળી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ સુરમાભાઈ રોત જાતે હિન્દુ આદિવાસી (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ ભગવાનભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ ચરાડવા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે અને તેની ફરજ ના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા ત્યારે પંચાયત ઓફિસ બંધ હતી અને સરપંચના મોબાઈલ નંબર તેની પાસે ન હોય તેમણે આરોપી મનસુખભાઈ અને મહેશભાઈ પાસે સરપંચના નંબર માંગ્યા હતા અને ત્યારબાદ તે લોકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી સાથે ફોનમાં વાત કરી હતી અને ભોગ બનેલ મહેન્દ્રભાઈ કશું સમજે ત્યારે પહેલા ગાળો આપીને બંને શખ્સો દ્વારા તેને ઢિકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને તેને માર મારીને જાનથી મારી નાખવાની આરોપીઓએ ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News