મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

ટંકારાથી જામનગર તરફ જવાના રસ્તા ઉપર પરિવાર કોટન પાસે બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ હાલમાં કાર ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી પ્રમાણે ટંકારાના જય નગરમાં રહેતા રાજેશભાઈ ભનુભાઈ સાડમિયા જાતે દેવીપુજક (૨૮) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ એફ ૮૦૦૨ ના ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈ અરવિંદભાઈ ઉર્ફે બાબુભાઈ ભાનુભાઈ સાડમિયા જાતે દેવીપુજક રહે. જયનગર વાળા પોતાનું બાઈક નંબર જીજે 3 જે ૨૬૫૦ લઈને મજૂરી કામે જતા હતા ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અરવિંદભાઈને હાથે પગે અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૮૫૫૦ બંધ પડ્યો હતો અને ત્યારે પાછળથી આવી રહેલ એસટીની બસ નંબર જીજે ૧૮ ઝેડ ૭૭૩૦ ટ્રકના પાછળના ભાગે ખાલી સાઇડમાં અથડાતા તેમાં બેઠેલ ફરિયાદી સચિનભાઈ પ્રવીણભાઈ ટીલાવત જાતે બાવાજી (૩૭) રહે. માલજીનજવા તાલુકો તાલાલા વાળાને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને અન્ય મુસાફરોને પણ નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ એસટી બસમાં નુકસાન થયેલ છે જેથી હાલમાં બસમાં મુસાફરી કરી રહેલા ઇજાગ્રસ્ત મુસાફરની ટંકારા તાલુકા પોલીસે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News