વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાતેય આરોપીની ધરપકડ


SHARE









મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાતેય આરોપીની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા નજીક કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાના આધારે અજાણ્યા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી તે યુવાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સાત શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન પોલીસે હાલમાં હત્યાના આ ગુનામાં સાતેય આરોપીઓની ધરપકડ કરીને તેને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક આવેલા મફત મિનરલ નામના કારખાનામાં શનિવારે વહેલી સવારે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે ઓફિસ સુધી આવી ગયો હતો જેથી કારખાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાઓ દ્વારા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાન મૃત્યુ પામ્યો હતો અને આ બનાવમાં મોરબી તાલુકાનાં પીએસઆઈ ડી.વી.ડાંગરે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક અને મોહન ઉર્ફે છોટુ લક્ષમણ કુશવાહા રહે. બધા બેલા ગામની સીમ મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળા તેમજ રવિ રમેશભાઇ કાવર રહે. હરીઓમ પાર્ક, ઘુટુ રોડ, મોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા રહે. હાલ મકનસર મૂળ માલગામ અને ગણપતભાઇ રતિલાલ કાવર રહે. બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત (૨૪), ચાંદસીંગ ઉર્ફે રમેશ પ્યારજી સબંધીયા (૩૦), હરીરામ મલમ રજક (૩૦) અને મોહન ઉર્ફે છોટુ લક્ષ્મણ કુશવાહા પટેલ (૨૦) રહે. ચારેય હાલ મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર તેમજ રવિ રમેશભાઇ કાવર જાતે પટેલ (૨૩) રહે. હરીઓમ પાર્ક, ઘુટુ રોડ, મોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા જાતે આહીર (૨૪) રહે. હાલ મકનસર અને ગણપતભાઇ રતિલાલ કાવર જાતે પટેલ (૬૦) રહે. મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર મૂળ ગાંધીધામ વાળાની ધરપકડ કરેલ છે




Latest News