ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

લીલાપરની ચેલ્સી રાજપરાનો નિબંધ લેખનમાં ડંકો: મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતો વિજય


SHARE













લીલપરની ચેલ્સી રાજપરાનો નિબંધ લેખનમાં ડંકો: મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતો વિજય

" આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં લીલાપર ગામના રહેવાસી અને રેવન્યુ બાર એસોસિએશન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાની પુત્રી ચેલ્સીએ ભાગ લીધેલ હતો અને "સ્ત્રી સશક્તિકરણ" ના વિષયમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને સમજતા પહેલા 'સશક્તિકરણ'ની વિભાવનાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અને બીજી એક બાબતએ પણ તારવી શકાય કે કોઈને સશકત કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે તેનામાં સામર્થ્ય, તાકાત, બળ કે ઉદ્યમ ન હોય. કોઈ વ્યક્તિ જાતે કંઈક કરવા શક્તિમાન ન હોય ત્યારે તેને અમુક પ્રકારે મદદ કે સહયોગ પૂરા પાડી સશક્ત કરવાની જરૂર પડે છે. જો આમ હોય તો આના પરથી મહિલા સશક્તિકારણને લઈને મનમાં કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે, જેમ કે, શું મહિલાઓ શક્તિશાળી નથી.?, શું મહિલાઓ સાચે જ અબળા કે નિર્બળ છે.?, શું મહિલાઓમાં પોતાની આગવી નિર્ણયશક્તિનો અભાવ છે.?, શું મહિલાઓ વહીવટ કરવા સક્ષમ નથી.? તથા જિલ્લા કક્ષાએ "ડ્રગ્સના દૈત્યોમાંથી યુવાનોને બચાવવા હું શું કરી શકું" ના વિષયમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે પાંચ લાખની ગાડીમાં પણ ક્યારેય કેરોસીન નથી નાખતા કેમ.? કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. ગાડીની આપણને આટલી ચિંતા છે.? વ્યસનોથી શરીરને કેટલું નુકશાન થાય છે એ કદી વિચાર્યું છે.? માટે હે યુવાન... ન પડ વ્યસનની માયાજાળમાં. જરાક, પાછુ વળીને તો જો કેટલા લોકોની અપેક્ષા તારી સાથે જોડાયેલી છે. આવા વૈધક સવાલો આ નિબંધ સ્પર્ધામાં ઉજાગર કરેલ હતા. આ નિબંધ સ્પર્ધામાં રાજપરા ચેલ્સીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીલાપર ગામ તેમજ રાજપરા પરિવારનું ગૌરવ વધારેલ છે. તો મોટી બરારની મોડેલ સ્કૂલના તારલાઓએ નિબંધ લેખન સ્પર્ધામાં ૧૦ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ પ્રથમ નંબરે  વિજેતા થયેલ છે તો ચિત્રસ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં  ધોળકિયા વિશ્વા વિપુલભાઈ દ્વિતીય નંબરે વિજેતા થયેલ છે અને શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ  વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News