મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ઓરબ સીરામીક પાસે રહેતા યુવાનને અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઓરબ સીરામીક પાસે રહેતા વિજયભાઈ કાનજીભાઈ મેમકીયા (ઉંમર 22) ને અગાઉ બાથાભાઇ ઘુઘાભાઈ જોગરાણા જાતે ભરવાડ સાથે ઝઘડો થયો હતો જે બાબતનું મન દુઃખ રાખીને સામત ઘુઘાભાઇ જોગરાણા, બાથાભાઈ ગોગા  કારમાં તેની પાસે આવ્યા હતા અને ત્યારે તેને ગાળો આપીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સામતભાઈ અને બાથાભાઈએ લોખંડના પાઇપ પડે માર માર્યો હતો જેથી કરીને વિજયભાઈ મેમકિયાને ફ્રેકચર જેવી ઇજાઓ હાથે પગે થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News