મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામે વીજળી પડતાં ૧૦ ભેસના મોત થવાથી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સહાય ચુકાઈ


SHARE









મોરબીના ઊંચી માંડલ ગામે વીજળી પડતાં ૧૦ ભેસના મોત થવાથી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સહાય ચુકાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદ મોહનભાઈ કુંડારિયાની પ્રેરક ઉપસ્થતિમાં આકાશી વીજળીથી મૃત્યુ પામેલ ભેંસોના માલિક પશુપાલકોને ભેંસ દીઠ ૩૦ હજાર એમ ૧૦ ભેંસો માટે ૩ લાખની સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

વરસાદી મોસમમાં ઘણીવાર આકાશી વીજળી પડવાના કારણે માનવ કે પશુંના મૃત્યુ બનાવો બનતા હોય છે. ત્યારે હાલ ૧૨ તારીખે ઊંચી માંડલ ગામના ૪ પશુપાલકોની ૧૦ ભેંસોનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના સતત પ્રયાસો તથા વહીવટીતંત્રના સહયોગ થકી ત્રીજા જ દિવસે પશુપાલકોને પ્રત્યેક પશુ દીઠ ૩૦ હજાર એમ ૧૦ પશુઓ માટે ૩ લાખની સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાએ પણ પશુ દીઠ ૧૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઝડપી સહાય અને સંવેદનશીલતા દર્શાવે છે કે, તમામ સંજોગોમાં  સરકાર તથા વહીવટીતંત્ર લોકોની સાથે જ છે. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ડીડીઓ પરાગ ભગદેવ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, કે.કે.પરમાર સહિતના હાજર રહ્યા હતા




Latest News