વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા


SHARE









મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા

મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતોના ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયા છે જેથી લલિતભાઈ કગથરાએ સરપંચોને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના આધારે હાલમાં ૪૨ ગામમાં ખેતીના પાકોને થયેલા નુકશાનનો સર્વે શરૂ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કે, સરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસ, તલ, તુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું તે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકશન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા હતા તેવામાં ટંકારા પડધરીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ ૨૫ જેટલા સરપંચોને સાથે રાખીને રાજયના મુખ્યમંત્રીને આ અંગેની રજૂઆત કરી હતી અને પાકના નુકશાનનો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારને ખેડૂતોને વળતર આપવું જ પડશે તેવી તેઓએ લાગણી વ્યકત કરેલ છે




Latest News