વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા


SHARE









કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા લોકોને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે જે સમાજ માટે નુકશાનકારક છે અને જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

મોરબીમાં કથાકાર રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે જેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોને આગવી શૈલીમાં શ્રોતાઓ સમક્ષ કથાકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ વર્તમાન સ્થિતિ પરીથીતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા દિવસને દિવસે ઘટતી જાય છે જે સમાજને નુકશાન કરશે તે નિશ્ચિત છે વધુમાં એવું પણ કહ્યું હતુ કે, જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે તો જ રાષ્ટ્રનું ભલું થશે અંતમાં તેઓએ વારંવાર જુદાજુદા વિવાદો  સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

આ કથાના ચોથા દિવસે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયુભાઈ જાડેજા, કિશોરભાઇ ચિખલિયા, અમુભાઈ હુંબલ, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધુમથી કથા મંડપમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો




Latest News