મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઈક ચાલકને ડમ્પરે લેતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના બંધુનગર પાસે બાઈક ચાલકને ડમ્પરે લેતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ નજીકથી બાઈક લઈને જઈ રહેલા જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉભડીયા (ઉંમર ૩૦) રહે.જોધપર નદી તા.મોરબી વાળાના બાઈકને ડમ્પર નંબર જીજે ૧૩ એક્સ ૯૬૯૮ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં જગદીશભાઈને ખંભાના પાછળના ભાગે તેમજ ડાબા હાથની કોણી ઉપર અને ડાબા પગના ઘૂંટણ અને કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી અને શરીરે મુઢ ઇજાઓ પહોંચી હતી.હાલ સારવાર લીધા બાદ જગદીશભાઈ ઉભડીયાએ ઉપરોક્ત નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા હસીનાબેન ઉસ્માનભાઈ મોવર નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી નીચી માંડલ ગામની વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ૧૦૮ વડે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.

મોટા દહીંસરા ગામે મારામારીમાં ત્રણને ઇજા

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામે રેલ્વે ફાટક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જગતસિંહ અજુભા જાડેજા (૬૦) અને ઉષાબા જગતસિંહ જાડેજા (૫૦) રહે.બંને મોટા દહીસરા તેમજ નિર્મલસિંહ હનુભા ઝાલા (૨૬) રહે.મોટા દહીસરા રેલ્વે ફાટક પાસે વાળાઓને ઈજાઓ થતા ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે માળીયા મિંયાણામાં મોટી બજારમાં આવેલ માલાણી શેરીમાં રહેતા અસલમ દિલાવરભાઈ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને માળીયા મિંયાણા નજીક આવેલ સંજરી હોટલ નજીક ચા-પાનની દુકાને ચાર-પાંચ લોકો દ્વારા છરી-ધારીયા સહિતના હથીયારો વડે માર મારવામાં આવતા તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News