મોરબી : માળીયા(મિં.) ના જસાપર ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવા બાબતે છોરીયા વડે હુમલો
માળીયા મીંયાણાના પંચવટી ગામે જુગાર રમતા ચારની ધરપકડ
SHARE
માળીયા મીંયાણાના પંચવટી ગામે જુગાર રમતા ચારની ધરપકડ
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના પંચવટી ગામે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા માળીયા પોલીસે રેડ કરી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમતા ચાર લોકોની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.
માળીયા મીંયાણા પોલીસના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે પંચવટી ગામે રામજી મંદિર પાસેની શેરીમાં રેડ કરવામાં આવી હતી.જ્યાં જાહેરમાં ડાયાલાલ વાલજી મોરડીયા પટેલ (૬૫), નરભેરામ નરસી સંઘાણી પટેલ (૫૭), વશરામ ગોવિંદ મોરડીયા પટેલ (૫૦) અને મનસુખ રાઘવજી ભાડેજા પટેલ (૫૨) રહે.બધા પંચવટી તાલુકો માળીયા જીલ્લો મોરબી વાળા જાહેરમાં જુગાર રમતા હોય રોકડા રૂપિયા ૧૦,૮૦૦ સાથે ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે માળિયા મીંયાણાના ફગસીયા ગામે રહેતા જેરામભાઈ નારણભાઈ બોપલિયા નામના ૫૮ વર્ષીય વૃદ્ધને ગામમાં શેરીમાંથી પસાર થતા સમયે ટ્રેક્ટરનું વ્હીલ તેમના પગ ઉપરથી ફરી જતા ઇજાગ્રાસ્ત હાલતમાં જેરામભાઇને મોરબી ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતો રમજાન રફીકભાઈ શેખ નામનો ૩૧ વર્ષનો યુવાન કામેથી મોટરસાયકલ લઈને ઘરે પરત જતો હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યે ખાખરાળા અને બરવાળાની વચ્ચે તેના બાઇક સાથે કોઈ જનાવર અથડાતા રમજાનભાઈ શેખને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના સરવડ ગામના સાગર રમેશભાઇ સરવડા નામના ૨૫ વર્ષેના યુવાનને બરવાળા પાસે ખેવારીયાના પાટીયા નજીક બાઇક અને કાર અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.તેમજ કચ્છના ભચાઉ તાલુકાના કટારીયા ગામે રહેતો ગુલામરસુલ અલીમામદ રાઉમા જાતે મુસ્લિમ નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકના પાછળના ભાગે બેઠો હતો અને ત્યાંથી તે અકસ્માતે નીચે પડી જતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે ટંકારાના સજનપર ગામના રહેવાસી કુંવરજીભાઈ નાનજીભાઈ પટેલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે હડમતીયાના રસ્તે તેઓ એકટીવામાંથી નીચે પડી જતા ઈજાઓ છતા સારવારમાં ખસેડાયા હતા.









