વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મધુપુર ગામે રહેણાંક મકાનમાંથી ૪૮ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ


SHARE









મોરબીના મધુપુર ગામે રહેણાંક મકાનમાંથી ૪૮ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના મધુપુર (નવા નાગડાવાસ) ગામે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે રેડ કરી હતી અને ત્યાં રહેણાંક મકાનમાંથી ૪૮ બોટલ દારૂ મળી આવતા હાલમાં એક ઇસમ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે એલસીબીના સ્ટાફે મોરબી તાલુકાના મધુપુર (નવા નાગડાવાસ) ગામે ખોડીયાર મંદિરની પાસે રહેતા દિનેશ બટુકભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસને ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી રૂપિયા ૧૮ હજારની કિંમતના દારૂના જથ્થાને જપ્ત કરીને હાલમાં હાજર નહીં મળી આવેલા ઘરધણી દિનેશ બટુક સોલંકી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જેની આગળની તપાસ તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

ચીખલી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

મોરબી જિલ્લામાં અનેક જગ્યાઓએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તે ઉપરાંત ચોટીલાના નાળિયેરી પંથકમાંથી, માળિયાના નવાગામ પંથકમાંથી, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી મોરબીમાં દેશી દારૂ ઠાલવવામાં આવે છે કારણ કે અહીં દોઢ હજારથી વધુ કારખાનાઓમાં હજારો મજૂર કામ કરે છે અને આ પરપ્રાંતીય મજૂરો પૈકી મોટાભાગના 'પ્યાસીઓ' હોવાના કારણે અહીં દારૂની મોટી ખપત રહેતી હોય છે.જેથી દારૂનું વેચાણ અહીં વધુ થાય છે.તે દરમિયાનમાં માળિયા મીંયાણા પોલીસ સ્ટાફ દ્વારા માળીયાના ચીખલી ગામે ખરાબામાં બાવળની જાળીમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી હાલમાં પોલીસે સુલેમાન અયુબ પારેડી જાતે મિંયાણા (ઉમર ૨૮) રહે.ચીખલી તાલુકો માળીયા જીલ્લો મોરબી વાળા સામે ફરિયાદ નોંધી હતી અને સ્થળ ઉપરથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૨૦૦ લીટરનું એક એવા ત્રણ બેરલમાં ભરેલ ૬૦૦ લીટર ઠંડો આથો, ૧૦ લીટર તૈયાર દેશી દારૂ ભરેલ બેરલ તેમજ ભઠ્ઠીના સાધનો જેમાં બકટીયુ, નળી-ચૂલો સહિતના સાધનો મળી કુલ રૂા.૧૫૪૦ ની રકમના મુદ્દામાલ સાથે સુલેમાન પારેડીની ધરપકડ કરી હતી.




Latest News