મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો


SHARE









મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે મોરબીમાં આયુષ્ય યજ્ઞ યોજાયો અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે આ આયુષ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ઉજવણીઓ કરવામાં આવી રહી છે અને તેઓના જન્મદિવસની સેવા કાર્ય થકી તેમજ હોમ હવન, પૂજન અર્ચન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહે છે ત્યાં તેઓના નિવાસ્થાને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની હાજરીમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે થઈને કાંતિભાઈ અને તેના પરિવાજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે તેઓને છેલ્લા ૪૩ વર્ષથી સંબંધ છે અને તેમણે જન્મ પરિવાર નહીં પરંતુ દેશ માટે થયો છે જેથી કરીને તેના દિર્ધાયું માટે કાંતિભાઈ તેમજ અમૃતિયા પરિવાર દ્વારા તેઓના આંગણે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈશ્રી તેમજ તેઓની સાંદિપની વિદ્યાપીઠના ભૂદેવો દ્વારાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી લોકો હાજર રહ્યા હતા




Latest News