વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ટ્રેકટરમાં જોડેલા ટેન્કરમાંથી ૨૪૦ બોટલ દારૂ-૭૪૪ બિયર ઝડપાયા: આરોપીની શોધખોળ


SHARE









મોરબી નજીકથી ટ્રેકટરમાં જોડેલા ટેન્કરમાંથી ૨૪૦ બોટલ દારૂ-૭૪૪ બિયર ઝડપાયા: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના માનસર ગામની સીમ, નારણકા રોડ, પંચાસર ગામના ઝાલા પરીવારના સુરાપુરા દાદાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે પાણીના ટેન્કર લગાવ્યું હતું તેમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત મળી હતી જેથી કરીને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ સહિત કુલ મળીને ૭,૫૪,૯૬૦ નો મુદામાલ કબજે કરીને હાલમાં ટેકટરના માલિકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે  

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની જેની પાસે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ છે તેની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે દિનેશભાઇ બાવળીયા તથા ફતેસંગ પરમારની બાતમી આધારે દારૂની રેડ કરી હતી ત્યારે માનસર ગામની સીમમાં નારણકા રોડ ઉપર પંચાસર ગામના ઝાલા પરીવારના સુરાપુરા દાદાના મંદિર સામે ખુલ્લી જગ્યામાં એક મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર જેમાં પાણીનું ટેન્કર જોડેલ હતું તેને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે પાણીના ટેન્કરમાંથી દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને હાલમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની ૨૪૦ બોટલ, ૭૪૪ બીયરના ટીન તેમજ નંબર પ્લેટ વગરનુ મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર જેની કિંમત ૫,૦૦,૦૦૦ અને ટેન્કર મળીને પોલીસે કુલ ૭,૫૪,૯૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ટેકટરના માલિકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News