રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો


SHARE









મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો

મોરબીની સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓએ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું અને આઉટસોર્સિંગના કર્મીઓને કાયમી કર્મચારીઓને મળતાં લાભો આપવા અને યોગ્ય પગાર નીતિ માટે રજૂઆત કરી હતી

મોરબી જીલ્લામાં મોટાભાગની કચેરીઓ આઉટસોર્સિંગના સ્ટાફ આધારે જ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ગુજરાતમાં કરાર આધારિત, આઉટસોર્સ કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગેની નીતિ નથી. જેથી તેની સાથે અન્યાય થાય છે. ત્યારે તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેને સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ જીપીએફ અને સીપીએફનાં લાભો આપવાની પણ માંગ કરી છે વધુમાં તેઓએ એવિ પણ રજૂઆત કરી હતી કે, આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને સરકાર ૧૫૦૦૦ લેખે પગાર આપે છે જો કે, એજન્સી ૪૦૦૦ થી ૮૦૦૦ સુધીનું જ વેતન આપે  છે અને પીએફ પણ ઘણી એજન્સી દ્વારા જમાં કરવામાં આવતું નથી. જેથી આઉટસોર્સિગના કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આઉટસોર્સિગના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત નહીં પણ સીધું જ પેમેન્ટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 




Latest News