મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ગંદકી-અવ્યવસ્થા માટે ભાઈશ્રીએ કરેલ ટકોરને ગંભીરતાથી લેતા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર


SHARE









મોરબીની ગંદકી-અવ્યવસ્થા માટે ભાઈશ્રીએ કરેલ ટકોરને ગંભીરતાથી લેતા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર

મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ખૂબ જ વ્યથિત થયા હતા માટે તેને કથા દરમ્યાન વ્યાસપીઠ ઉપરથી આ મુદે પાલિકા પ્રમુખને ટકોર કરી હતી જેથી આ બાબતે પાલિકા પ્રમુખની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સતત વરસાદના લીધે ગંદકી અને અવ્યવસ્થાની  સમસ્યા હતી જો કે, હવે વરસાદે વિરામ લેતા પાલિકા દ્વારા સ્વચ્છતા અને રોડની કામગીરી શરૂની સૂચના આપી દેવામાં આવી છે

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, વ્યાસપીઠ ઉપરથી પાલિકાના પ્રમુખને ટકોર કરી હતી અને કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને ક્લિન ઇન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે અને ગુજરાતમાં ક્લિન ઇન્ડિયાના તેઓ બ્રાન્ડ અગાઉ એમ્બેસેડર હતા ત્યારે તેઓએ ભૂતકાળમાં સ્વછતા માટે હાથમાં સાવરણા લીધે છે અને તેની સંસ્થાના બાળકોએ પણ પોરબંદરની ચોપાટીને સાફ કરવા માટે તાજેતરમાં જ સાવરણા હાથમાં લીધા હતા ત્યારે મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને પાલિકાના મહિલા પ્રમુખ પણ કથામાં આવ્યા હોય તેઓને તેની ટિમ સાથે મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટેની ટકોર કરી હતી અને આગામી દિવસોમાં તે પાછા મોરબીમાં સફાઈ વ્યવસ્થા જોવા માટે આવશે તેવું પણ જે તે સમયે તેઓએ કહ્યું હતું જેથી કરીને આ મુદે પાલિકાના મહિલા પ્રમુખની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, સતત વરસાદના લીધે ગંદકી અને અવ્યવસ્થા છે જો કે, હવે વરસાદે વિરામ લેતા મોરબીમાં સ્વચ્છતા માટેની કામગીરી અને રોડની કામગીરી શરૂ કરવા માટેના વર્ક ઓર્ડર આપીને સૂચન આપી દેવામાં આવી છે




Latest News