મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માલધારી સમાજ બુધવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે


SHARE









મોરબી જીલ્લામાં માલધારી સમાજ મંગળવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે

ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો છે અને આગામી તા.૨૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ નહીં કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ માલધારીઓ દ્વારા બે લાખ લીટર દૂધ વેચવામાં નહીં આવે તેવું માલધારી સમાજના આગેવાને જણાવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે જે કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે, ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપવામાં આવે, વાડા કાયદેસર કરવામાં આવે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તે સહિત ૧૧ માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે અને તા ૨૧ ના રોજ એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ નહીં વહેંચે અને લોકોને ઘરે ઘરે દૂધ આપવા માટે પણ જશે નહીં તેવું આહ્વાન કરવામાં આવ્યું ચે ત્યારે મોરબી માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું મોરબી જીલ્લામાં બે લાખ લિટર દૂધ વહેચવામાં આવશે નહી




Latest News