મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

દૂધ બંધની અસર: મોરબી જીલ્લામાં ૪૦૦થી વધુ ચાની લારી-હોટલો બંધ, ઘરે ઘરે કે સહકારી ડેરીમાં દૂધ આપવા કોઈ ન ગયું


SHARE













દૂધ બંધની અસર: મોરબી જીલ્લામાં ૪૦૦થી વધુ ચાની લારી-હોટલો બંધ, ઘરે ઘરે કે સહકારી ડેરીમાં દૂધ આપવા કોઈ ન ગયું

ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો છે અને આજે તા.૨૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ નહીં કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાના માલધારીઓ પણ જોડાયા છે અને આજે જીલ્લામાં અંદાજે ૪૦૦થી વધુ ચાની લારી હોટલો બંધ રાખવામા આવી છે અને આજે ઘરે ઘરે કે સહકારી અથવા તો ખાનગી ડેરીમાં દૂધ આપવા માટે કોઈ ગયું નથી તેવું ગુજરાત માલધારી મહા પંચાયતના મોરબી જિલ્લાના કન્વીનરે જણાવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે જે કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે, ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપવામાં આવે, વાડા કાયદેસર કરવામાં આવે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તે સહિત ૧૧ માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે અને તા ૨૧ એટ્લે કે આજના દિવસે એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ આપવા માટે નહીં જાય તેમજ લોકોને ઘરે ઘરે પણ દૂધ આપવા માટે નહીં જવાનું તેવું નક્કી કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી જીલ્લામાં પણ માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા માલધારીઓને સમજાવીને સહકાર આપવા માટે અગાઉ કહેવામા આવ્યું હતુ જેથી આજે મોરબી જીલ્લામાં કોઈ માલધારી કોઈપણ જગ્યાએ દૂધ આપવા માટે ગયા નથી

વધુમાં માહિતી આપતા ગુજરાત માલધારી મહા પંચાયતના મોરબી જિલ્લાના કન્વીનર રમેશભાઈ રબારીએ જણાવ્યુ હતું કે માલધારીઓ તેના હક્ક માંગી રહ્યા છે જેથી કરીને માલધારી સમાજ દ્વારા સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે અને આજે મોરબી જીલ્લામાં દૂધ આપવા માટે કોઈ ગયેલ નથી જેથી કરીને આજે અંદાજે ૪૦૦થી વધુ ચાની લારી હોટલો બંધ રાખવામા આવી છે અને આજે ઘરે ઘરે કે સહકારી અથવા તો ખાનગી ડેરીમાં દૂધ આપવા માટે કોઈ માલધારી કે પશુપાક ગયેલ નથી જેથી કરીને બે લાખ લિટર કરતાં વધુ દૂધ આજે મોરબી જીલ્લામાં કોઈને આપવામાં આવ્યું નથી આટલું જ નહીં રાજકોટથી અમુલ દૂધની બે ગાડી મોરબી આવી રહી હતી તે પૈકીની એક ગાડીને લજાઈ પાસે અને બીજી ગાડીને શનાળા પાસે રોકીને સમજાવીને પછી રવાના કરવામાં આવી હતી આવી જ રીતે સુરેન્દ્રનગર બાજુથી એક દૂધની ગાડી મોરબી આવી રહી હતી તેને ધૂટું પાસે રોકીને સમજાવીને પછી મોકલવામાં આવી છે






Latest News