મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના જુની રાતીદેવરીમાં ઉછીના ૫૦ રૂપિયા આપવાની ના કહેતા યુવાનને ધોકા-પાઇપ વડે ચાર શખ્સોએ મારમાર્યો


SHARE













વાંકાનેરના જુની રાતીદેવરીમાં ઉછીના ૫૦ રૂપિયા આપવાની ના કહેતા યુવાનને ધોકા-પાઇપ વડે ચાર શખ્સોએ મારમાર્યો

વાંકાનેરના જુની રાતીદેવરી ગામે રહેતા યુવાન પાસે તે જ ગામમાં રહેતા એક શખ્સે ૫૦ રૂપિયા ઉછીના માંગ્યા હતા જે આપવાની યુવાને ના કહી હતી જેથી કરીને રૂપિયા માંગનાર શખ્સ તેમજ તેના બે દીકરા સહિતના ચાર વ્યક્તિ દ્વારા યુવાનને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને યુવાનની સાથે રહેલા વ્યક્તિને પણ માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જુની રાતીદેવરી ગામે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા જાતે અનુ.જાતી (૨૪)એ હાલમાં જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયા, દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ, મીતુલ જેઠાભાઇ અને યોગેશભાઇ નવીનભાઇ વોરા રહે.  બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદીર પાસે ચાર રસ્તા પાસે આરોપી જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયાએ તેની પાસે ૫૦ રૂપિયા ઉછીના માંગ્યા હતા જે આપવાની તેને ના પડી હતી જેથી કરીને આરોપીઓએ કુવાડીનો હાથો, લોખંડના પાઇપ તથા છુટા પથ્થરોથી માર માર્યો હતો અને શરીરે મારમારીને ફેકચર જેવી ઇજા કરી હતી અને સાહેદ લાલજીભાઇને જમણા હાથે ફેકચર જેવી ઇજા કરી હતી જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને ચાર શખ્સોની સામે આઇ.પી.સી. કલમ ૩૨૩૩૨૫૩૩૭૧૧૪તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News