મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમયાંતરે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજે ચાર વાગ્યે રવાપર ગામ પાસે મંદિર સામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારીઓનું તેમજ સામાજિક કાર્યકરનું સન્માન કરવામાં આવશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલેકટર જે.બી. પટેલ, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, નાયબ કલેકટર અને સબ મેજીસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલા,  મોરબી તાલુકાના મામલતદાર એન.એસ. મહેતા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અધિકારીઓ અને આગેવાનો હાજર રહેવાના છે આ તકે લોકોને ગ્રાહકોના હક્કો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ કર્મચારી અને વેપારીઓના આગેવાનો અને અધિકારીઓનાં હસ્તે સન્માનિત કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News