મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બધી સુવિધાઓ નેતા માટે જ છે, પ્રજા માટે કશું જ નથી તે ભાજપના રોડ શોએ સાબિત કર્યું: કાંતિલાલ બાવરવા


SHARE







મોરબીમાં બધી સુવિધાઓ નેતા માટે જ છે, પ્રજા માટે કશું જ નથી તે ભાજપના રોડ શોએ સાબિત કર્યું: કાંતિલાલ બાવરવા

ભાજપના નેતા ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેને તકલીફ ન પડે તે માટે મોરબીના સનાળા રોડ ભક્તિનગર સર્કલથી લઈને શાક માર્કેટ ચોક સુધી અને શાક માર્કેટ ચોકથી લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધીના રસ્તામાં આવતા સ્પીડ બ્રેકરને તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવેલ છે જેથી કરીને તંત્રની કામગીરી સામે ઈન્ટર નેશનલ હુમાન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરીએ સવાલ ઉઠાવ્યો છે અને માત્ર નેતાનું ધ્યાન રાખતા અધિકારીઓએ શહેરીજનોનો ધ્યાન કયારે રાખશે તેવો સવાલ કરેલ છે

મોરબીમાં રહેતા ઈન્ટર નેશનલ હુમાન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મોરબી આવ્યા હતા અને તેઓને રસ્તામાં ખાડા ના આવે તે માટે તાત્કાલિક ડામર કામ કરીને થીગડા મરવામાં આવ્યા હતા તે મોરબીના લોકો જાણે જ છે તેની સાથોસાથ મોરબીના સનાળા રોડ ભક્તિનગર  સર્કલથી લઈને શાક માર્કેટ ચોક સુધી પાલિકા તેમજ પાવડી દ્વારા રોડ ઉપર અનેક સ્પીડ બ્રેકર જેમાં અમુક ડામરના સ્પીડ બ્રેકર હતા અને અમુક મોંઘા ભાવના કૌભાંડ વાળા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર હતા તે બધા જ સ્પીડ બ્રેકરોને નેતાને તકલીફ ન પડે તે માટે રાતોરાત કાઢી નાખવામાં આવેલ છે આટલું જ નહીં મોરબીના શાક માર્કેટ ચોકથી લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધીના રસ્તામાં આવતા ડામર અને પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરને કાઢી નાખવામાં આવેલ છે

ત્યારે અધિકારીઓને કોના બાપની દિવાળી સરકારી ખર્ચે આડેધડ મૂકવામાં આવેલ ડામર અને પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરને રરાતોરાત કાઢી નાખવામાં આવેલ છે તેના પૈસા કોની પાસેથી વસૂલ કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે અને ભાજપના નેતાને તકલીફ ન પડે તેની જેટલી સરકાર મોરબીમાં અધિકારીઓએ અને પદાધિકારીઓ દ્વારા રાખવામા આવી છે આટલી દરકાર મોરબીના નગરજનોની કયારે રાખવામા આવશે તે તો સમય જ બતાવશે વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, બધી સુવિધાઓ મોરબીમાં નેતા માટે જ પ્રજા માટે કશું જ નથી તે ભાજપના આ રોડ શોએ સાબિત કરી આપ્યું છે અને જો આવું ન હોય તો ૨૪ કલાકમાં મોરબીના તમામ વિસ્તારોમાં મૂકવામાં આવેલા બિન જરૂરી સ્પીડ બ્રેકરોને દૂર કરવામાં આવે તે જરૂરી છે




Latest News