મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારે નવલખી રોડ ઉપર આવેલ મચ્છોયા આહીર સમાજ વાડી ખાતે બપોરે દોઢ વાગ્યે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના અધિકારીઓએ અને આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, વવાણીયા રામબાઈમાં ની જગ્યાના મહંત કિશનદાસજી મહારાજ, ભાવનગર અધિક કલેકટર જયશ્રીબેન એન. જરૂ, રાજકોટ ઝોન આરએમસી ઓફીસના એડીશનલ કલેકટર, અમદાવાદના આસી. કમિશ્નર નિર્મલભાઈ ગોગરા, કરજણ પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રા, ગારીયાધારના મામલતદાર રાણાભાઇ લાવડીયા તેમજ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીમુબેન ડાંગર, મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, અને પાલિકાના સભ્ય બ્રિજેશભાઈ કુંભરવાડિયા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, વવાણીયા મહંત પ્રભુદાસજી મહારાજ, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મહેન્દ્રભાઈ કચોટ સહિતના લોકો હાજર રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગર, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર, રમેશભાઈ હુંબલ અને રણધીરભાઈ ડાંગર તેમજ મંત્રી મયુરભાઈ ગજીયા, સહમંત્રી વિનયભાઈ વાંક, રાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલ, સંગઠન મંત્રી હિતેશભાઈ ડાંગર અને વિશાલભાઈ ડાંગર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

પોસ્ટ દ્રારા આધાર મોબાઇલ અપટેડ સ્પેશિયલ કેમ્પ

મોરબી  મેઈન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૧-૯ ને બુધવારથી તા.૨૪-૯ ને શનિવાર સુધી સવારે ૭-૩૦ થી બપોર ના ૧૨ સુધી આધારકાર્ડમાં મોબાઇલ નંબર નાખવા માટેનો સ્પેશિયલ કેમ્પ મેઈન પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં ટોકન વગર તુરંત કામગીરી કરી આપવામાં આવશે.જેથી આ કેમ્પનો મોરબીની જનતા બહોળી સંખ્યામાં લાભ લે તે માટે મોરબી એમડીજી પોસ્ટ માસ્તર વર્ષાબહેન મહેતાએ યાદી દ્વારા અપીલ કરવામાં આવેલ છે




Latest News