મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ દરમ્યાન જુગાર રમતી ત્રણ મહિલા સહિત નવ પકડાયા


SHARE















મોરબીમાં જુગારની બે રેડ દરમ્યાન જુગાર રમતી ત્રણ મહિલા સહિત નવ પકડાયા

આગામી સપ્તાહમાં સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે અને સાતમ-આઠમના તહેવાર દરમ્યાન સૌરાષ્ટ્ર પંથકમાં જુગાર રમતો હોય એ સામાન્ય બાબત બની ગઈ છે. જોકે આ જુગાર મોટાભાગે તહેવારના બે-ચાર દિવસ રમાતો હોય છે જોકે તે પણ યોગ્ય નથી પરંતુ તેમ છતાં જુગાર રમાઇ છે તે હકીકત છે.છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોય છે જોકે હવે તો તહેવારને ઘણા દિવસોની વાર છે ત્યાં જ જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. દરમિયાનમાં આખા જિલ્લામાંથી માત્ર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તેમના હદ વિસ્તારમાં બે જગ્યાઓએ રેડ કરીને ત્રણ મહિલાઓ સહિત કુલ નવ લોકોને જુગાર રમતા પકડી પાડીને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે બાતમી આધારે મહેન્દ્રનગર ગામે વાણીયાવાળો વિસ્તાર ઝાંપા પાસેની પહેલી શેરીમાં રેડ કરી હતી ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટમા અજવાળે જુગાર રમી રહેલા અક્ષયભાઇ ઘનશ્યામભાઇ વિડજા જાતે પટેલ (૨૮) રહે.મહેન્દ્રનગર વાણીયાવાળો પ્લોટ મોરબી-૨, નિતિનભાઇ જયંતીભાઇ કાવઠીયા જાતે પટેલ (૨૯) રહે.મહેન્દ્રનગર વાણીયાવાળો પ્લોટ, રવિભાઇ ત્રિભુવનભાઇ માકાસણા જાતે પટેલ (૨૪) રહે.બેલા ત.શનાળા રોડ તા.જી.મોરબી અને મિલનભાઇ જયંતીભાઇ કાવઠીયા જાતે પટેલ (૨૭) રહે.મહેન્દ્રનગર વાણીયાવાળો પ્લોટ મોરબી-૨ નામના ચારેય પતાપ્રેમીઓની તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપીયા.૧૪,૨૭૦ સાથે અટકાયતો કરી જુગારધાર કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરી હતી.

જુગારની બીજી રેડ બી ડિવિજન પોલીસે લાલપર પાસે આવેલા સીરામીક સીટીના ફલેટમા કરી હતી ત્યારે ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા મનસુખભાઇ છગનલાલ ભીમાણી જાતે પટેલ (૪૯) ધંધો લોજીંગ રહે.સીરામીક સીટી એચ-૧ ૬૦૩ લાલપર મોરબી મુળ રહે.બરવાળા તા.મેંદરડા જી.જુનાગઢ, હિતેશભાઇ મગનભાઇ

શેરડીયા જાતે પટેલ (૪૩) ધંધો લોજીંગ રહે.સીરામીક સીટી એચ-૧ ૨૦૨ લાલપર મોરબી મુળ રહે.કોલકી તા.ઉપલેટા જી.રાજકોટ, મેનાબેન મનસુખભાઇ ભીમાણી જાતે પટેલ (૪૨) રહે.સીરામીક સીટી એચ-૧ ૬૦૩ લાલપર મોરબી મુળ બરવાળા તા.મેંદરડા જી.જુનાગઢ, અમિષાબેન હિતેશભાઇ મગનભાઇ શેરડીયા જાતે પટેલ (૩૫) રહે.સીરામીક સીટી એચ-૧ ૨૦૨ લાલપર મોરબી મુળ રહે.કોલકી તા.ઉપલેટા જી.રાજકોટ અને સોનલબેન ચેતનભાઇ ચતુરભાઇ ચારોલા જાતે પટેલ (૩૫) રહે.શ્રીહરી પાર્ક શ્રીહરી એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી-૨ મુળ રહે.ચમનપર તા.માળિયા મિયાણા જી.મોરબીની રોકડા રૂા.૭૨૮૦ સાથે અટકાયતો કરીને પાંચેય સામે જુગારધાર કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News