મોરબીના માજી ધારાસભ્યના પ્રયાસોથી માળીયા(મી)ના ખડૂતોને નર્મદની કેનાલમાથી મળશે સિચાઈનું પાણી
મોરબીમાં સ્મશાનની ભઠ્ઠીને પણ રાખડી બંધવામાં આવી !: અનોખી રીતે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ
SHARE
મોરબીમાં સ્મશાનની ભઠ્ઠીને પણ રાખડી બંધવામાં આવી !: અનોખી રીતે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ
મોરબીમાં સેવાભાવી લોકો તેમજ જુદાજુદા સંગઠનો દ્વારા રક્ષાબંધન પર્વની જુદીજુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રમજીવીથી લઈને આઇપીએસ અધિકારી સુધીના લોકોને રાખડી બંધવામાં આવી હતી અને ખાસ કરીને કોરોનામાં મૃત્યુ પામેલા ભાઇઓની આત્માની શાંતિ માટે સ્મશાનની ભઠ્ઠીને પણ રાખડી બંધવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ
મોરબીના યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા મોરબી જિલ્લા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લાના એસપી એસ.આર.ઓડેદરાથી લઈને કોન્સટેબલ સુધીના તમામને યુવા આર્મી ગ્રુપની બહેનોએ રાખડી બાંધી હતી અને યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્ષકોની રક્ષા અંતર્ગત આ રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી જિલ્લા પોલીસના જવાનો સાથે કરવામાં આવી હતી
સ્મશાનમાં રાખડી
ગઇકાલે ઠેરઠેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના મહિલા સામાજિક કાર્યકર કોરોના સમયે મૃતકોની બોડીને સાફ કરવા સહિતની કઠિન કામગીરી કરનારા તેમજ અત્યાર સુધીમાં અનેક બિનવારસી મૃતદેહોના અવ્વલ મંજિલ કરનારા હસીનાબેન લાડકાએ સ્મશાનમાં જઈને ત્યાં ભઠ્ઠીને રાખડી બાંધી હતી અને રક્ષાબંધનના દિવસે છેલ્લા મહિનાઓમાં કોરોના કાળમાં જે ભાઇઓના મૃત્યુ થાય છે તેમની આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરી હતી
યંગ ઇન્ડિયા ગ્રુપ
રક્ષાબંધનના શુભ પર્વ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા "સુરક્ષા બંધન" તરીકે ઊજવવામાં આવ્યો હતો અને શહેરના જુદા જુદા જાહેર રસ્તા પર તથા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા હેતુ સાથે લોકોને માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું
મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન
મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ મોરબી શહેર અને જિલ્લા તેમજ રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘના મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન નિમિતે જરૂરિયાતમંદ લોકોને મદદ રૂપ થવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્ર્મમાં રાષ્ટ્રીય દિનદયાલ સેવા સંઘના મહિલા મોરચા ઉપાધ્યાય ધર્મિષ્ઠાબેન વ્યાસ, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગિતાબેન ભીમાણી, મોરબી પ્રભારી વંદનાબેન, જિલ્લા પ્રમુખ રશ્મિકાબેન સહિતના મહિલા મોરચાની બહેનો હાજર રહ્યા હતા
કોમી એકતા
ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આખા દેશમા ઉજવણી કરવાં આવી હતી ત્યારે મોરબીમાં કોમી એકતા સાથે પવિત્ર તહેવાર કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો અને મોરબીના મહમદશા શાહમદારે તેને માનેલી બહેન શીવાનીબેન નિર્મલભાઈ ચાવડા પાસે રાખડી બંધાવી કોમી એકતાની મિશાલ પુરી પાડી હતી