મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?


SHARE









મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?

સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા સફાઈના નામે પાલિકાઓને આપવામાં આવે છે તે મુજબ મોરબી પાલિકામાં પણ પૂરતું ફંડ સફાઈ માટે આવતું હોય છે પરંતુ તે ફંડનો શું ઉપયોગ થાય છે તે શહેરીજનો સમજી શકતા નથી.કારણકે મોરબીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે દેશને આઝાદ કરાવવા માટે બલિદાનનો આપનાર આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ પાસે પણ સાફ-સફાઈ જળવાતી નથી. ત્યારે વાત કરીએ મોરબીના ત્રિકોણબાગની તો મોરબીના ત્રિકોણબાગમાં મોટા ઉકરડાઓ જોવા મળે છે જેમાં સતત ગૌવંશો બેસી રહેતા હોય ત્યાં પાર્ક કરાતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાય છે કે ક્યારે ગૌવંશો બાખડસે અને વાહનોમાં નુકસાની થશે.તે ઉપરાંત ત્યાંના દુકાનદારો અને ખાસ કરીને પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા જ ત્યાં કચરા ઠાલવી જવામાં આવે છે જે લાંબા સમય સુધી ઉપાડવામાં આવતા નથી અને તેના લીધે ત્યાં કચરાના મોટા ઢગલા જોવા મળે છે અને તે ઉપરાંત ત્યાં ગાંધીજીની પ્રતિમા પાછળ ખુલ્લામાં લઘુશંકા કરવામાં આવતી હોય તે બાબત પણ એટલી જ ત્રાસદાયક હોય આ અંગે યોગ્ય સાફ-સફાઈના પગલાં લેવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિકો દ્વારા પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાતા પાલિકા તંત્ર દ્વારા વોચમેન મૂકવામાં આવેલ અને ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાતું અને ગંદકી કરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવતો હતો જે બંધ થઈ જતા પૂન: સ્થિતિ થઈ ગઈ હોય પગલાં લેવામાં આવે તેવી સૌ માંગ કરી રહ્યા છે.




Latest News