વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં લોકો પાસેથી ઉઘરાણા કરતી યુવતીઓની ગેંગ હવે નવલખી રોડના ગ્રામ્ય વિસ્તારમાં દેખાઈ


SHARE











મોરબી પંથકના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ છ થી સાત જેટલી યુવતીઓ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને તેની પાસેથી પૈસાના ઉઘરાણા કરતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે અને આ અંગે અગાઉ પોલીસને પણ જે તે સ્થળ ઉપરથી જ વાહન ચાલકો દ્વારા જાણ કરવામાં આવી હોય તેવી પણ ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને જ્યારે પણ પોલીસને જાણ કરવામાં આવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ આ ઉઘરાણા કરતી યુવતીઓ ત્યાંથી છન્ન થઈ જતી હોય છે પણ તેમ છતાં પણ સમાયંતરે આ રૂપિયો મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર ઉઘરાણ કરવા માટે પહોંચી જતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમિયાન આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગ્રામ્ય વિસ્તારના રૂટ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને તેની પાસેથી ઉઘરાણા કરતી યુવતીઓ જોવા મળી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં અગાઉ મચ્છુ બે ડેમ પાસે, લીલાપર રોડ ઉપર, લખધીરપુર રોડ ઉપર, ઘુટુ રોડ ઉપર વગેરે વગેરે રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને ત્યાંથી પસાર થતાં લોકો પાસેથી યેનકેન પ્રકારે બીમારીના ઓઠા હેઠળ કે પછી પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા સહિતના ઓઠા હેઠળ માત્ર સાદા કાગળમાં જુદા જુદા વ્યક્તિઓના સાચા-ખોટા નામ લખીને તેઓની પાસેથી મળેલા રૂપિયાની રકમ હોય તેવું દર્શાવીને અન્ય લોકો પાસેથી પૈસાના ઉઘરાણા કરતી યુવતીઓની ગેંગ ફરી જોવા મળી છે અને જે તે સમયે અગાઉ આવી રીતે પૈસાના ઉઘરાણા કરતી આ ગેંગની પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચે ત્યારે પહેલા જ આ તમામ યુવતીઓ જે ઉઘરાણ કરતી હોય છે તે ત્યાંથી છનનન થઈ જતી હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે અને કોઈપણ જાતના આધાર પુરાવા વગર કોઈ સંસ્થા સાથે જોડાયેલ ન હોવા છતાં પણ સાદા પેપરની ઝેરોક્ષના કાગળમાં જુદા જુદા વ્યક્તિઓએ તેઓને આર્થિક મદદ કરી હોય તેવું બતાવવા માટે સાચા-ખોટા આંકડા લખીને અન્ય લોકો પાસેથી યેનકેન પ્રકારે ઉઘરાણા કરવામાં આવતા હોય તેવુ અનેક વખત સામે આવ્યું છે

દરમિયાન આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર તેમજ ગોર ખીજડીયા ગામથી નાનીવાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર જુદી જુદી ટુકડીઓમાં કુલ મળીને સાતથી આઠ જેટલી યુવતીઓ દ્વારા વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી પૈસાના ઉઘરાણા કરવામાં આવતા હોય તેવું ત્યાંથી પસાર થયેલા લોકો પાસેથી જાણવા મળેલ છે અને લોકોના કહેવા મુજબ તેમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ન હોય આ અંગે પોલીસને જાણ કરવાનું કહેતાની સાથે જ આ તમામ યુવતીઓ ત્યાંથી છનનન થઈ ગઈ હતી વધુમાં સ્થળ ઉપરથી વાહન લઈને નીકળેલા લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આર્થિક રીતે નબળા પરિવારની હોવાની વાતો આ યુવતીઓ દ્વારા કરવામાં આવે છે જોકે તેમના પહેરવેશ ઉપરથી તે નબળા ઘરની હોય તેવું દેખાતું નથી અને અમદાવાદ બાજુથી અહીંયા લોકો પાસેથી રૂપિયાના ઉઘરાણા કરવા માટે એકીસાથે છ થી આઠ જેટલી યુવતીઓ અવારનવાર આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે જેથી કરીને આ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા નકકર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે






Latest News