વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

જે.પી. નડ્ડાના રોડ શોનો રેલો: મોરબીમાં સફાઇ-ઢોર નિકાલની કામગીરીમાં બેદરકારી દાખવનારા પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટરને કારણ દર્શક નોટિસ


SHARE











મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો યોજાયો હતો તે પહેલા સફાઈ કામગીરી, ઢોર નિયંત્રણની કામગીરી સહિતની કામગીરીમાં બેદરકારી દાખવા બદલ પાલિકાના સેનીટેશન ઇન્સ્પેક્ટરને હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કારણદર્શક નોટીસ કરવામાં આવી છે અને જે તે દિવસે ઢોર નિકાલની કામગીરી માટે જેટલા કામદારોને ફાળવવામાં આવ્યા હતા તેના સામે ૫૦ ટકા કરતાં ઓછા કર્મચારીઓ હાજર હતા અને અનેક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હતી જેથી કરીને હાલમાં આ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે, ચિફ ઓફિસર આવી કામગીરી મોરબીના લોકોની સુવિધા માટે કામ ન કરતા પાલિકા કર્મચારીઓ સામે ક્યારે કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (j.p. nadda)નો મોરબીમાં રોડ સો યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જોકે આ રોડ શો પહેલા તેઓને રૂડું રૂડું બતાવવા માટે થઈને પાલિકાની તમામ મશીનરીને કામે લગાડવામાં આવી હતી તેમ છતાં પણ કેટલીક જગ્યાઓએ રજડતા ઢોર, ગંદકી સહિતના પ્રશ્નો છેલ્લી ઘડી સુધી ઉકેલાયા ન હતા જેથી કરીને હાલમાં દોષનો ટોપલો પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર ઉપર ઢોળવામાં આવેલ છે અને પાલિકાના સેનીટેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજાને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી છે

હાલમાં મોરબી નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટરને જે નોટિસ કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો યોજાયો હતો તે વિસ્તારના મુખ્ય રૂટ ઉપર સફાઈ કામગીરી, ઢોર નિયંત્રણની કામગીરી સહિતની કામગીરી કરવા માટે થઈને તેઓને ચીફ ઓફિસર દ્વારા તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમ છતાં પણ પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી ન હતી અને ખાસ કરીને ૨૦ તારીખે રોડ સો યોજવાનો હતો ત્યારે ઢોર નિયંત્રણ માટે થઈને સનાળા રોડ ઉપર સેનીટેશન વિભાગના ૯૫ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા પરંતુ માત્ર ૨૪ કર્મચારીઓ જ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા હતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર તરીકે મુખ્ય જવાબદાર અધિકારી હોવા છતાં પણ તેઓ સમયસર ત્યાં ફરજ ઉપર હાજર ન થયા હતા 

જેથી કરીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાલમાં ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ ૧૯૭૧ ના નિયમ ૩ (૧) ના પેટા નિયમ (૨) નો ભંગ કરવા બદલ કારણ દર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો સાત દિવસની અંદર સેનિટેશન ઇન્સ્પેક્ટર દ્વારા ખુલાસો કરવામાં નહીં આવે તો તેમના તરફથી કશું કહેવાનું થતું નથી તેમ સમજીને આગળની કાર્યવાહી ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરના લોકો મોરબી નગરપાલિકામાં ટેક્સ ભરે છે તેમ છતાં પણ તે લોકોને સારી સફાઈની વ્યવસ્થા મળે, ઢોરની કાયમી પીળામાંથી મુક્તિ મળે તેના માટે બેદરકારી રાખનારા અધિકારી અને કર્મચારી સામે ક્યારે પગલા લેશે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે

#bjp #gujaratbjp #morbibjp #cmo #pmo #morbipalika






Latest News