મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની જાજાસર શાળાના આચાર્યને વિદાય-દાતાનો સન્માન સમારોહ યોજાયો


SHARE





માળિયા (મી)ની જાજાસર શાળાના આચાર્યને વિદાય-દાતાનો સન્માન સમારોહ યોજાયો

માળિયા મિયાણા તાલુકાની જાજાસર શાળાના આચાર્ય વય મર્યાદાના લીધે નિવૃત થતા તેનો વિદાય સમારોહ અને તેની સાથે જ શાળાને દાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો આ તકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી આચાર્યને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા નિવૃત થતા શૈક્ષિક મહાસંઘ ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો અને માળિયા તાલુકા અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, શિક્ષક સંઘ મહામંત્રી મોરબી જિલ્લો અને માળિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા સન્માન પત્ર અર્પણ કરી, સાલ ઓઢાડી, શ્રીફળ, પડો આપીને સન્માનીત કર્યા હતા ત્યાર બાદ નાની બરાર તાલુકા શાળા તેમજ પેટા શાળા પરિવાર દ્વારા ધીરુભાઈને ભેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ત્યાર બાદ શાળામાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કોમ્પ્યુટર આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રામ સોલ્ટ વાળા બાબુભાઈ હુંબલ અને દેવ સોલ્ટ પ્રા.લી.ના વિવેકભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કાર્યકમને અનુરૂપ પ્રવીણભાઈ ભોરણીયા, હરદેવભાઇ કાનગડ, શ્રદ્ધાબેન મિયાત્રા સહિતનાઓએ વક્તવ્ય આપ્યું હતું અને અંતમાં જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈએ આભાર વિધિ કરી હતી.




Latest News