મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવા ડેલો રોડ-શનાળા રોડ ઉપર દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું


SHARE









મોરબીના નવા ડેલો રોડ-શનાળા રોડ ઉપર દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું

મોરબી પાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ અને નવા ડેલા રોડ ઉપર જુદીજુદી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવેલ છે અને વેપારીઓને ૧૫૦૦ નો દંડ ફટકાર્યો છે

મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને રોકવા માટે પાલિકાની ટિમ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓને પકડવામાં આવી રહી છે અને વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજા દિવસે પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા નવડેલાં રોડ અને શનાળા રોડ ઉપર અનિતા પ્લાસ્ટિક, ક્રિષ્ના ટ્રેડર્સ, ભવાની પ્લાસ્ટિક અને શ્રી ચામુંડા પ્લાસ્ટિક નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે પાલિકાની ટીમે ૩૧ કિલ પ્લાસ્ટિકના ઝબલા, ૧૮ પ્લાસ્ટિક પાન પીસ પેકેટ સહિતનો માલ જપ્ત કરેલ હતો અને જુદાજુદા વેપારીઓને ૧૫૦૦ નો દંડ પણ કર્યો હતો




Latest News