મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિને નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિને નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

તા.૨૩નાં રોજ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસ નિમિત્તે અનુસુચિત જાતિ આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા સ્થળે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમા આગેવાનો દ્વારા સૌપ્રથમ ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવેલ તેમજ સંકલ્પપત્રનું વાંચન કરી હાજર તમામ ભાઇ બહેનોએ સંકલ્પ લીધો હતો.

આજથી ૧૦૨ વર્ષ પહેલાંની કે જ્યારે બાબા સાહેબ બરોડા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જાય છે.પરંતુ બદલામાં રાજા ગાયકવાડ ભીમરાવ સાથે શરત કરે છે કે અભ્યાસ પછી પરત આવીને બરોડા રાજ્યમાં નોકરી કરી સેવા આપવી.બાબા સાહેબ ૧૯૧૭ માં ઉચ્ચ અભ્યાસ કરી પરત આવે છે અને રાજાના રાજ્યમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.એ સમય એવો હતો કે જાત પાત અને ઉંચ્ચ નીચનો ભેદભાવ ખૂબ જ હતો.આવા સંજોગોમાં બાબા સાહેબને બરોડા રહેવાનું થયું.તેઓ ખૂબ તલાશ કરે છે પણ રહેવા માટે ઘર મળતું નથી.અંતે એક પારસી ધર્મશાળામાં પોતે જૂઠું બોલીને પારસી છું તેમ કહીને ભીમરાવ ત્યાં ભાડે રહે છે.ઓફિસમાં જાય છે ત્યાં સ્ટાફના લોકો તેમની સાથે ખૂબ ભેદભાવ રાખે છે.બાબા સાહેબ તેમની કચેરીમાં ઉચ્ચ હોદા ઉપર હોવા છતાં કર્મચારી તેમને ફાઇલ છૂટી આપે, પટાવાળો પાણી ન આપે, સ્ટાફના લોકો ભીમરાવને ઘેરથી પોતાનું પાણી ભરીને આવવાની વાતો કરે.આવી પરિસ્થિતિમાં નોકરી કરવી તો કેમ કરવી.બીજી બાજુ જ્યાં તેઓ રોકાયા હતા ત્યાં પારસીને ખબર પડી જાય છે એટલે તેણે બાબા સાહેબનો સમાન રૂમની બહાર ફેંકી દીધો હોય છે.બાબા સાહેબ વિચલિત થઈને નોકરી છોડીને પોતાના વતન જવાનું નક્કી કરે છે. અને વડોદરા રેલવે સ્ટેશન જાય છે.ટ્રેનનો સમય ૪ કલાક પછી હોવાથી આંબેડકર કમાટી બાગમાં ઝાડ નીચે બેસે છે અને ખૂબ રડે છે કે હું આટલું ભણ્યો તેમ છતાં મારી આ હાલત છે તો મારો સમાજ તો નિરક્ષર છે તેની શુ હાલત હશે અને પછી પ્રતિજ્ઞા લે છે કે જો હું મારા સમાજને આ બદીમાંથી મુક્ત કરીને બધા અધિકાર ન અપાવું તો હું મારી જાતને ગોળી મારી દઈશ.આ દિવસ એટલે ૨૩ સપ્ટેમ્બરનો દિવસ જેને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.




Latest News