મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની આવકમાંથી શહીદ પરિવારોને કરાશે આર્થિક સહાય


SHARE







મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની આવકમાંથી શહીદ પરિવારોને કરાશે આર્થિક સહાય

સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી અને ત્યારે આયોજકોએ જણાવ્યુ હતુ કે, આ આયોજનથી થનાર આવકમાંથી શહીદ પરિવારોને સહાય, મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ સહિતના સેવા કર્યા કરવામાં આવશે

મોરબીના રવાપર ગામે નવજીવન(ન્યુએરા) સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રૂપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાંથી થતી આવક ગૌસેવામાં વાપરવામાં આવે છે જો કે, આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે

અંગે પત્રકાર પરિષદ યોજીને અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, આ વકતે નવરાત્રી મહોત્સવમાં ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાની ટીમને બોલાવવામાં આવી છે અને તેના સૂરના તાલે લોકો ગરબે ઘૂમશે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે નફાની આવકમાંથી દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવામાં આવશે, શનાળા રોડ ઉપર શહીદોની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવશે તેમજ મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ આપવામાં આવશે વધુમાં અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ૭૫ જેટલા સહિત પરિવારોને દોઢ કરોડ જેટલી રકમની સહાય કરવામાં આવી છે. 






Latest News