મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી પાંચદ્વારકા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવતી આસો નદીના કાંઠે કોઈપણ કારણોસર ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા રાજીવભાઈ લેબેયાભાઇ બીરુવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે ઝારખંડથી ટ્રેનમાં આવેલ સોવનભાઈ લેબેયાભાઇ બીરુવા પોતાના વતનમાંથી ટ્રેનથી વાંકાનેર આવ્યા હતા ત્યારે ભૂલથી વાંકાને ઉતરવાના બદલે તે સિંધાવદરના રેલવે સ્ટેશનને ઉતર્યા હતા અને ત્યાં કોઈપણ કારણોસર તે સિંધાવદરથી પાંચદ્વારકા ગામ તરફ જવાના રસ્તે પટેલ પોર્ટ્રી ફાર્મ સામે આસો નદીના કાંઠે ગયા હતા અને ત્યારે તે કોઈપણ કારણોસર નદીમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચાર બોટલ દારૂ

હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ ખાતે ઇલિયાસભાઈ ગફુરભાઈ ભટ્ટીના મકાનની પાછળના ભાગમાં ખુલ્લી પડતર જમીનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૨૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ દારૂ અમીનભાઈ અનવરભાઈ મિયાણા રહે. ચરાડવા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News