મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલના કર્મચારીઓને ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજનો લાભ આપવાની માંગ


SHARE









મોરબી સબ જેલના કર્મચારીઓને ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજનો લાભ આપવાની માંગ

ગુજરાત સરકાર દ્વારા ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે તેમજ ફિક્સ પે ના કર્મચારીઓના રજા પગારમાં ૧૫૦ ની જગ્યાએ ૬૬૫ કરવામાં આવેલ છે તે મુજબ પોલીસ સમક્ષ જેલ વિભાગના કર્મચારીઓને ફીક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજનો તાત્કાલીક લાભ આપવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઇઝ કરવામાં આવે જેથી જેલ કર્મચારીઓના સંતાનોના શિક્ષણ પર અસર ન થાય તેમજ જેલ કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણ વર્ષથી વધારવામાં આવે તો માનસીક તથા શારિરીક તણાવમુક્ત ફરજ બજાવી શકશે. તેમજ જેલમાં કર્મચારીઓને થતી શિક્ષામાં સુધારા કરી ઇજાફા રોકવા તેમજ અજમાયશી વધારવાની શિક્ષાની જ્ગ્યાએ પોલીસની જેમ રોકડ દંડ અથવા નાની શિક્ષા કરવામાં આવે જેથી નાના કર્મચારીઓને ભવિષ્યમાં આર્થીક તેમજ બઢતીમાં નુકશાન ન થાય. તાલુકા સબ જેલ, જેલ હસ્તક હોવા છતાં જેલ પોલીસ સ્ટાફ મુકવામાં આવતા નથી જેથી તમામ તાલૂકા સબ જેલ પર જેલ સ્ટાફને ફરજમાં મુકવા યોગ્ય રજુઆત કરી છે અને પોલીસને વર્ષ દરમિયાન મળતા આર્ટિકલો તેમજ યુનીફોર્મ જેલ પોલીસ કર્મચારીઓને પણ ફાળવવામાં આવે તેમજ પોલીસ સમકક્ષ આર્ટિકલમાં સુધારો કરવામા આવે તેમજ સમાન પધ્ધતીથી થતી ભરતી બાબતે વિસંગતતા દુર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે




Latest News