મોરબીની “માઁ ગરબી” માં ફ્રિ સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ બોલાવતી મહિલાઓ
માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
SHARE
માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતા દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશને એક ઇસમ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને પાટડી તાલુકાનાં કમલપુર ગામના રહેવાસી જયંતી બાબુભાઇ સોલંકીની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે તપાસ શરૂ છે.
ટ્રેક્ટરમાં પગ આવી જતા સારવારમાં
હળવદના ચરાડવા ગામે રહેતા કીરતન દીતલીયાભાઈ કિરાટ નામના ૨૦ વર્ષના યુવાનને ચરાડવામાં હનુમાન મંદિર પાસે ટ્રેક્ટરમાં પગ આવી જતા ઈજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના લજાઈ ગામે રહેતા અરુણ સુરભાન યાદવ નામના ૧૭ વર્ષના યુવાનને રાજકોટ હાઇવે ઉપર ક્લબ ૩૬ નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં મોરબી લેવાયો હતો. જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે પ્રાણજીવનભાઈની વાડીએ કામ દરમિયાન સાુ કરડી જતા સુબનભાઈ રમણભાઈ નામના ૨૬ વર્ષના મજુર યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.
મારામારીમાં ઈજા
મોરબીના નાની વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા કપિલ જીતેન્દ્રભાઈ સોની નામના ૨૨ વર્ષના યુવાનને નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના લખધીરનગર ગામે સાઇકલમાંથી પડી જતા મહેન્દ્ર ભરતભાઈ પરમાર નામના સાત વર્ષના બાળકને ઇજા થતા સારવારમાં લઈ જવાયો હતો.તેમજ જામનગરના જોડિયા તાલુકાના કોઠારીયા ગામે સાયકલમાંથી પડી ગયેલ મિહિર ચંદુભાઈ ગોગરા નામના આઠ વર્ષીય બાળકને પણ સારવાર માટે મોરબી લવાયો હતો.
દવા પી લેતા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના ગોકુળીયા ગામે અશ્વિનભાઈની વાડીએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા રેખાબેન રઘુભાઈ વસુનિયા નામની ૩૦ વર્ષની આદિવાસી મહિલાને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી