મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની “માઁ ગરબી” માં ફ્રિ સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ બોલાવતી મહિલાઓ


SHARE









મોરબીની “માઁ ગરબી” માં ફ્રિ સ્ટાઇલ ડાંડીયા-ગરબાનો કોમ્બો: રાસની રમઝટ બોલાવતી મહિલાઓ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા ૨૩ વર્ષથી “માઁ ગરબી” નું આયોજન મોરબી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તેના ભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ કોઈપણ પ્રકારના પાસ વગર માતાજીની ભક્તિ અને આરાધના સાથે ગરબા લેતી હોય છે ખાસ કરીને “માઁ ગરબી”માં આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે જેથી અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે અત્રે ઉલેખનીય છે કે, નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘાટતુ જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ગરબીમાં રાસ રજુ કરવા માટે ખુબ જ મેહનત કરવામાં આવતી હોય છે તેમા શંકાને કોઇ સ્થાન નથી શહેરના સામાકાંઠે વિસ્તારમાં છેલ્લા ઘણા ૨૩ વર્ષથી મોરબી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતની તેની ટીમ દ્વારા “માઁ ગરબી”નું આયોજન કરવામાં આવે છે અને ત્યાં દરરોજ ગરબા લેવા માટે આવતી બાળાઓ તેમજ ટ્રેડિશનલ વસ્ત્રો પાસે આવેલા બાળાઓ, યુવતીઓ અને મહિલાઓમાંથી સારા ગરબા લેતા બહેનોને ઈનામ આપીને સન્માનીત તેમજ પ્રોત્સાહિત કરવામાં આવે છે




Latest News