મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

સાવધાન: મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામમાં મુકેલી સ્ટોરીનો રોષ રાખીને યુવાન ઉપર ત્રણ ઇસમોનો પાઇપ વડે હુમલો


SHARE









સાવધાન: મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામમાં મુકેલી સ્ટોરીનો રોષ રાખીને યુવાન ઉપર ત્રણ ઇસમોનો પાઇપ વડે હુમલો

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મીલ પાસે ગઈકાલે સાંજના સમયે યુવાન ઉપર ત્રણ ઇસમો દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને છોડાવવા વચ્ચે પડેલા અન્ય એક યુવાનને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં ભોગ બનેલ યુવાને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઇન્સ્ટ્રાગ્રામમાં તેણે મુકેલી સ્ટોરીની વાતનો રોષ રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ જલજલા પાન નજીક રહેતા નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ કટિયા જાતે મિંયાણા નામના ૨૭ વર્ષીય યુવાન ઉપર મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામિલ નજીક ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ત્રણ શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય શખ્સો દ્વારા નવાબને માથા અને પગ સહિતના શરીરના અન્ય ભાગોએ માર મારવામાં આવ્યો હતો અને નવાબને છોડાવવા વચ્ચે પડેલા સાહેદ હનીફભાઈને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત થયેલા નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ કટીયા નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો.સારવાર લીધા બાદ તેણે મકબુલ મહેબૂબ દલવાણી, વિપુલ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢિયાર નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે પોતે ઇન્સ્ટ્રાગ્રામમાં મૂકેલી સ્ટોરીનું મન દુઃખ રાખીને સામાવાળાઓને સારું ન લાગતાં તેના ઉપર પંચાસર રોડ ઉપર ગીતાની નજીક પાઇપ વડે ત્રણેય ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પોતાને છોડાવવા માટે વચ્ચે પડેલા હનીફભાઈને પણ ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.હાલ નવાબ કટીયાની ફરિયાદ ઉપરથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકબુલ દલવાણી, વિપુલ ગઢવી અને બાબુલાલ પઢિયાર વિરૂધ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ હેડ કોસ્ટેબલ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ પાસેથી બાઈક લઈને હિતેશભાઈ કાનજીભાઈ ઇન્દરીયા (૧૬) પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ગામના પાદર પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના કોઠારીયા જડેશ્વર રોડ ઉપરથી બાઈક લઈને સજનપર ગામે રહેતા પ્રભુલાલ કરમશીભાઈ માધાણી (૩૯) પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક સાથે તેઓનું બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પ્રભુભાઈ માધાણીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ છ




Latest News