મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઓફ સીટીનો મેગા રોપા વિતરણ પ્રોજેક્ટ યોજાયો


SHARE







મોરબીમાં લાયન્સ કલબ ઓફ સીટીનો મેગા રોપા વિતરણ પ્રોજેક્ટ યોજાયો

નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને આશરે ૧૦૦૦ જેવા ફલાદી રોપા જેવા કે, જામફળ, સીતાફળ, દાડમ, આંબળા તથા રાવના જેવા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હતું. જેમાં લીલુંછમ ગુજરાત સ્વચ્છ ગુજરાત હેતુ માટે રાખવામાં આવ્યું હતું આ પ્રોજેકટમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જેના સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી તથા લાયન્સ કલબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ભોવનભાઈ ફૂલતરિયા તથા પ્રોજેક્ટ ચેરમેન અને પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, એ.એસ.સુરાણી, પરસોતમભાઈ કાલરીયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, મણિલાલભાઈ કાવર, સામાજિક વનીકરણના સભ્ય અને મંદિરના પુજારીએ પણ હાજરી આપેલ અને રોપા વિતરણ પ્રોજેક્ટમાં મદદરૂપ થયા અને મારું શહેર મારું ગુજરાત તથા મારો દેશ સ્વચ્છ અને હરિયાળું બને તેવી ભાવના જાગૃત કરવા માટે આ પ્રોજેક્ટમાં દરેકનો સહયોગ પ્રાપ્ત થયો હતો.






Latest News