મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવાના સ્લોગનની ચિત્ર સ્પર્ધા યોજાશે


SHARE







મોરબીમાં ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવાના સ્લોગનની ચિત્ર સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં બીજી ઑકટોબર એટલે મહાત્મા ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવા ચિત્ર -સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ છે.

આ ચિત્ર સ્લોગન સ્પર્ધામાં ઘરે બેઠાં આ ચિત્ર સ્પર્ધામાં ડ્રોઈંગ સીટ (કોરાં કાગળ) માં આપેલ સ્લોગનને અનુરૂપ સુંદર કલરથી ચિત્ર દોરી નીચે સુંદર અક્ષરોમાં કેટેગરી-૧ માં ધો.૧ થી ૪ માટે ચિત્ર સ્પર્ધા સુત્ર “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, કેટેગરી-૨ માં ધો.૫ થી ૮ ચિત્ર સ્પર્ધા સૂત્ર “સ્વચ્છ શાળા-સ્વચ્છ ગામ”, કેટેગરી-૩ માં ધો.૯ થી ૧૨ ચિત્ર સ્પર્ધામાં સુત્ર “સૌ નો સાથ ગંદકી નો નાશ” અને કેટેગરી-૪ કૉલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે ચિત્ર સ્પર્ધા સૂત્ર “સ્વચ્છતાં લાવો ગંદકીને ભગાડો” આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકોએ પોતે દોરેલાં ચિત્રનો ફૉટો પાડીને તા.૨ ના રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઇપણ એક નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News