મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-માળિયા સરપંચ એસો.ની રચનામાં સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા વિવાદ


SHARE







મોરબી-માળિયા સરપંચ એસો.ની રચનામાં સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા વિવાદ

મોરબી માળીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે જો કે તે પહેલા માળીયા તાલુકાનાં સરપંચોને વિશ્વવાસમાં લેવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં વિવાદ થયો છે અને બંને તાલુકાનાં ઘણા સરપંચને જાણ કર્યા વગર હોદેદારોની વરણી કરવામાં આવી છે જેથી નવી બોડીને માન્ય નહીં રાખવા માટે હાલમાં સોશિઅલ મીડિયામાં માળીયાના જુદાજુદા ગામના સરપંચોના લેટર પેડ ફરી રહ્યા છે

મોરબી-માળીયા(મી.) તાલુકાના ઘણા સરપંચોને જાણ કર્યા વગર મોરબી માળીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે કાંતિલાલ મગનલાલ પેથાપરા અને ઉપપ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. જેથી કરીને વિવાદ ઊભો થયો છે અને બંને તાલુકા સરપંછો દ્વારા નવી બોડીને માન્ય નહીં ગણવા માટે લેટર પેડ લખીને હાલમાં સોશિઅલ મીડિયામાં શેર કરવામાં આવેલ છે હાલમાં વીરપરડા, ડાયમંડનગર, નીચી માંડલ, શાપર, બહાદુર ગઢ, ગુગંણ, શાપર, ભડિયાદ, લીલાપર, જીકીયારી, અદેપર, જાંબુડિયા,મકનસર, બધુંનગર, જોધપર નદી, પાનેલી, નવાગામ, ઘુંનડા (સ), રવાપર નદી, સાદુંળકા, રંગપર, માળીયા વનાળિયા, ઉંચી મોટી વાવડી, રાજપર (કું), આમરણ, અણીયારી લૂંટાવદર, માળીયા મી. તાલુકાના રાસંગપર, તરઘરી, વધારવા, વેજલપર, વેણાસર, ખાખરેચી, જુના ઘાટીલા, કુંભારીયા, માણાબા સહિતના ગામોના સરપંચો દ્વારા નવી બોડીની સામે વિરોધ નોંધાવ્યો છે 






Latest News