મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ


SHARE









મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ

મોરબીમાળીયા (મી) ના ધારાસભ્ય અને શ્રમ , કૌશલ્ય વિકાસ , રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી પીપળીયા જેતપુર  મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો  ત્યારબાદ જુદા જુદા તબકકે આ રસ્તાનું પ્રાથમિક સર્વેક્ષણ જમીન સંપાદ, રોડની મજબુતીકરણની ખેવના, સૈદ્ધાંતિક મંજુરી તથા વહીવટી મંજુરી સુધી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર તથા મુખ્ય ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ સુધી સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ૧૪૧ કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે

આમ , મોરબી પંથકના ખૂબ જ મહત્વના એવા સીરામીક ઉદ્યોગને સ્પર્શતા આ રસ્તાની જરૂરીયાતની માંગણી સંતોષવામાં શ્રી બ્રિજેશ મેરજાને સફળતા મળી છે . હવે , જ્યારે નાણાં વિભાગે ૧૪૧ કરોડના ટેન્ડરને બહાલી આપી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક એજન્સી નકકી કરી , વર્કઓર્ડર આપી, ડિપોઝીટ ભરાવીને આ કામ તાબડતોડ હાથ ધરશે , તેમ શ્રી બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવેલ. આમ, લાંબા સમયથી આ પંથકના લોકોની આતુરતાનો અંત આવ્યો છે જે માટે શ્રી બ્રિજેશ મેરજાએ કરેલ સખત અને સતત મહેનતને સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે , તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ શ્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે , અને આવનારા દિવસોમાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ રાખીને લોકોને વહેલામાં વહેલી તકે ચારમાર્ગીય રસ્તાની સુવિધા મળી રહે તે માટે બ્રિજેશ મેરજા સતત જાગૃત રહેશે તેવો પ્રજાને કોલ પણ આપેલ છે

જેતપર રોડનું સમારકામ શરૂ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-જેતપર રોડ પર આજથી ખાડા પૂરવાનું અને ડામર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું કે, આ રોડ પર આજથી ડામર પેચ મારવાનું અને જ્યાં વધુ ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 




Latest News