મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી


SHARE







મોરબી : માળીયા મીંયાણાના વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં માતા-પુત્રની લોથ ઢળી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલી હોય તેવા બનાવો વારંવાર બને છે જેમાં વધુ એક ડબલ મર્ડરના બનાવનો ઉમેરો થયો છે.જેમાં મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોઇબા વાંઢ વિસ્તારની અંદર ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે ભત્રીજા દ્વારા તિક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલા હુમલામાં માતા અને પુત્ર એમ બે ની લોથ ઢળતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો હાલ બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે અને મોરબી સિવિલે પહોંચ્યો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બનાવની મોરબી સિવિલ હોસ્પીટલે એકત્રીત થયેલ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોઈબા વાંઢ વિસ્તારમાં ઢોર ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા શાહરૂખ મોવર નામના હુમલાખોર દ્રારા તેની કૌટુંબીક કાકી ઝરીનાબેન યુસુબભાઇ મોવર (ઉમર ૫૦) અને કાકાના દીકરા ભાઈ હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૦) એમ માતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો.જેથી કરીને ઝરીનાબેન મોવર અને હબીબ મોવર બંનેના મોત નિપજયા હતા અને બેવડી હત્યાના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન હબીબભાઇના મૃતદેહને પીએમ માટે પુન: માળિયા લઈ ગયા છે જોકે મહિલા ઝરીનાબેનનો મૃતદેહ હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.ડબલ હત્યાના આ બનાવની માળિયા મીંયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. morbitoday.com






Latest News