મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી ૭૫ લાખની છેતરપિંડી


SHARE







મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી ૭૫ લાખની છેતરપિંડી

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર તેમજ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું ઓળખ આપીને બે શખ્સ મળ્યા હતા અને તે બંને મિકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના બે ડાયરેક્ટર છે અને આ બંને શખ્સ દ્વારા  ભરડિયાના માલિક સાથે ૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા ભરડીયાના માલિક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ અનુપમ કો-ઓપરેટીવ સોસાયટીના ઓમ એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ જમનાદાસભાઈ ઠક્કર જાતે લુવાણા (ઉમર ૫૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પંકજકુમાર ફકીરચંદ સોલંકી રહે. ૧૭-એ શિવાલિકા સોસાયટી કબીર એન્કલેવ પાસે ઘૂમા બોપલ રોડ અમદાવાદ તેમજ પ્રેમસાગર ફકીરચંદ સોલંકી રહે. ૧૪ અરુણોદયનગર સોસાયટી શિવાજી પાર્કની બાજુમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે સેજપુર બોધા અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓનો ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટ નામનો ભરડીયો આવેલ છે ત્યાં આરોપી પંકજકુમાર ફકીરચંદ સોલંકી તેની પાસે આવેલ હતા અને તેણે રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપ્યો હતો અને વીવીઆઈપીના અંગત મિત્ર હોવાનું અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું જણાવીને ફરિયાદીની સાથે ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જેઠવા સ્ટોન પ્રોડક્ટ નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને ૭૫ લાખ રૂપિયા આપેલ હતા જે પરત નહીં આપી તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા અનિલભાઈ ઠક્કર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૨૦(બી) ૪૦૬, ૪૧૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News