મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા


SHARE









માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોયબા વાંઢ વિસ્તારની અંદર ભેસ ખેતરમાં આવીને પાકને નુકશાન કરતાં ભેંસ ચરાવવા બાબતે વચ્ચે બોલચલી થયેલ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજાના દીકરાએ ફરિયાદીની પત્ની અને દીકરાને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત થયા હતા જેથી કરીને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે હાલમાં પત્ની અને દીકરાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને માળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોયબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર ૪૫) અને તેના દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા તે તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી તેના દીકરા હબીબ મોવરે આરોપીને કહ્યું હતું કે, તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા હાલમાં માળીયા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News