મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી ૧૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનાની બાજુમાંથી ૧૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીકની બાજુમાં આવેલ જાળી જાકરામાં દારૂનો જથ્થો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૮૬ બોલ્ટ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૦૩૯૬૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપરથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓપટેલ સીરામીકની બાજુમાં આવેલ જાળી જાકરામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૮૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૮૩૯૬૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની હેરાફેરી કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતા બાઈક નંબર જીજે ૩ સીએમ ૨૯૧૧ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧૦૩૯૬૦ નો મુદ્દા માલ કબ્જે કરેલ છે અને પોલીસે હાલમાં ગીરીશભાઈ માધવલાલ લુવોટ જાતે પટેલ (૩૫) રહે. લાલપર નવા પ્લોટ મૂળ રહે બુટ્ટા પાલડી જીલ્લો મહેસાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લઈને આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં આરોપી મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણ સોલંકી જાતે ઘાંચી (ઉંમર ૨૨) રહે. પંચાસર રોડ ભારત પરા શેરી નં-૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News