મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં રેલવે કોલોની રોડે અજાણી કારના ચાલકે સૂતેલા બાળકને હડફેટે લેતા બાળકનું મોત


SHARE





માળીયા (મી)માં રેલવે કોલોની રોડે અજાણી કારના ચાલકે સૂતેલા બાળકને હડફેટે લેતા બાળકનું મોત

માળીયા મીયાણા નજીક આવેલ આશિષ હોટલ પાસે ઝૂંપડામાં રહેતા પરિવારનો અઢી વર્ષનો બાળક રેલવે કોલોની રોડ ઉપર રાત્રે રોડ સાઈડમાં સૂતો હતો ત્યારે ફોરવીલ કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી બાળકને ગંભીર ઇયાજ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા બાળકનું મોત નીપજયું છે જેથી આ બનાવની હાલમાં રાજકોટ હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મિયાણાં તાલુકામાં આવેલ આશિષ હોટલ નજીક ઝૂંપડામાં રહેતા નરસિંગ ભાભોરનો અઢી વર્ષનો દીકરો વિજય રેલવે કોલોની રોડ ઉપર રાત્રે રોડ સાઈડના ભાગે સૂતો હતો ત્યારે કોઈ અજાણી ફોરવીલ કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અઢી વર્ષના બાળકને ગંભીજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતાં વિજય ભાભોર નામના અઢી વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને ખાનગી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસને અકસ્માતના બનાવની જાણ કરવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામે રહેતા હિતેશ કાનજીભાઈ ઇન્દરિયા નામના ૧૬ વર્ષીય સગીરને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા દહીંસરા ગામે ગામના પાદરમાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજાઓ થતા હિતેશ ઈન્દરીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરા દ્વારા તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News